2022 એશિયા કપ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની 15મી સીઝન UAEમાં રમી રહી છે. મૂળરૂપે સપ્ટેમ્બર 2020માં યોજાનાર આ ટુર્નામેન્ટ કોવીડના કારણે મુલતવી રાખવામાં આવી હતી. જૂન 2021માં શ્રીલંકામાં પુનઃ સુનિશ્ચિત કરવામાં આવ્યું ત્યારે તેને પણ મુલતવી રાખવી પડી
21 જુલાઈ 2022ના રોજ, શ્રીલંકા દેશમાં આર્થિક અને રાજકીય સંકટને કારણે ટૂર્નામેન્ટની યજમાની કરી શક્યું નહી. ભારત, પાકિસ્તાન, હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ કરતી છ ટીમની ટુર્નામેન્ટમાં ચાર ટીમો સુપર 4 તબક્કા માટે ક્વોલિફાય કરતી હોય છે. ભારત હોન્કોંગ સામેની જીત બાદ સુપર ફોરમાં પહોંચી ગયું છે.
એશિયા કપનાં બે જૂથો ભારત, પાકિસ્તાન અને હોંગકોંગ સાથેના ગ્રુપ એ અને શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથેના ગ્રુપ બી - દરેક જૂથમાં ટોચની બે ટીમોને આગલા તબક્કામાં, સુપર 4માં સ્થાન મેળવે છે. A1, A2, B1 અને B2 પછી સમાન જૂથમાં મૂકવામાં આવશે. બીજા રાઉન્ડ-રોબિન તબક્કામાં તમામ ટીમો એકબીજાની સામેં ટકરાય છે. સુપર 4 તબક્કામાં ટોચની બે ટીમ દુબઈમાં 11 સપ્ટેમ્બરે એશિયા કપ 2022ની ફાઇનલમાં ટકરાશે.
ભારત અને પાકિસ્તાન એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ સુપર 4માં ફરી એકવાર સામસામે આવી શકે છે. ટીમો 4 સપ્ટેમ્બરે દુબઈમાં એકબીજા સામે ટકરાશે. સુપર ફોર માટે બાંગ્લાદેશ - ગ્રુપ બી અને ભારત - ગ્રુપ A તરફથી કવોલીફાય થયા