ભારત પાકિસ્તાનની મેચ હમેશા હાઇ વૉલ્ટેજ જ હોય છે ત્યારે આજે વાત કરીએ થોડી લાઇટ મોમેન્ટ્સની જે જોઈને હિન્દુસ્તાન યાદ આવી જાય.. જ્યારે બે દેશ અલગ નહતા
એક મેચમાં અઝહર, શાહિદ આફ્રિદીને કહેતા જોવા મળે છે કે ‘થોડા ટાઈમ લે કે ડાલના બડે ભાઈ’ એટલે કે થોડું આરામથી નાંખને ભાઈ..
તો બીજી એક મેચમાં અખ્તર જ્યારે બૉલ કેચ કરતાં તેમના પગમાં વાગે છે અને પડી જાય છે ત્યારે સહેવાગ ઊભા થવા માટે હાથ આપે છે.. જ્યાં ભાઇચારાની ભાવના દેખાય છે
તો બીજી એક મેચમાં સિદ્ધુ રન લેવા દોડતા દોડતા બોલર પર નજર રાખે છે ને અમ્પાયર સાથે અથડાઇ જાય છે છે ત્યારે 4-5 પાકિસ્તાની પ્લેયર તેમને જોવા જાય છે કે શું થયું અને હાથ આપી ઊભા કરે છે.. અહીં ફરી વાર સપર્ટસમેનશીપ જોઈ શકાય છે.
પાકિસ્તાનની એક પ્રેક્ટિસ મેચમાં વિરાટ કોહલીએ જઈ મોહમ્મદ આમિરને બેટ પણ ગિફ્ટ કર્યુ હતું...
આવી જ બીજી કઈ મોમેન્ટ્સ તમને યાદ આવે છે ?
• ભારત પાકિસ્તાન મેચની થોડી લાઇટ મોમેન્ટ્સ
• અઝહર, શાહિદ આફ્રિદીને કહેતા જોવા મળે છે કે ‘થોડા ટાઈમ લે કે ડાલના બડે ભાઈ’
• અખ્તર જ્યારે બૉલ કેચ કરતાં તેમના પગમાં વાગે છે ત્યારે સહેવાગ ઊભા થવા માટે હાથ આપે
• આવી જ બીજી કઈ મોમેન્ટ્સ તમને યાદ આવે છે ?