વિવિધ સંતો દ્વારા આનંદ સ્વરૂપ સ્વામીના નિવેદનને વખોડવામાં આવ્યું

Sandesh 2022-09-06

Views 4

આનંદ સ્વરૂપ સ્વામી દ્વારા મહાદેવ વિષેના બફાટ નિવેદનને લઇ સાધુ સંત સમાજમાં પણ આક્રોશ ફેલાયો છે. જેમાં વિવિધ સંતો દ્વારા આનંદ સ્વરૂપ સ્વામીના નિવેદનને વખોડવામાં

આવ્યું છે. તેમાં ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી સ્વામીએ ઘટનાની નિંદા કરી વખોડી છે.

રાજકોટ સ્નાતન ધર્મના આગેવાન નરેન્દ્રબાપુ સોલંકીએ ટીકા કરી

ઉલ્લેખનીય છે કે એસ.પી સ્વામીએ આનંદ સ્વરૂપ સ્વામીએ કરેલ ટિપ્પણીએ સનાતન ધર્મનું અપમાન ગણાવ્યું છે. જેમાં નિવેદનને લઈ સમગ્ર હિન્દુ સમાજને ઠેસ પહોંચી છે.

ધર્મચારીઓને આવી અવારનવાર થઈ રહેલી ટિપ્પણીઓ મુદ્દે વિચારવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. તથા સ્વામિનારાયણ સંપ્રદાયના અલગ અલગ સંપ્રદાયમાંથી કોઈ પણ કઈ

ટિપ્પણીઓ કરે ત્યારે કોઈના વાંકે મૂળ સંપ્રદાયને પણ સાંભળવું પડે છે. મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ સાધુ આવું બોલ્યા નથી અને અમારા મંદિરોમાં મહાદેવનું સ્થાપન છે અને

રોજ મહાદેવનું પૂજન કરવામાં આવે છે.

વડતાલ મંદિરે બફાટ નિવેદનને લઇ વિવાદમાં ઝંપલાવ્યું

રાજકોટ સ્નાતન ધર્મ આગેવાન નરેન્દ્રબાપુ સોલંકી તથા આપા ગીગા ઓટલો મહંત સનાતન મહામંડલેશ્વર મીડિયા સામે આવ્યા છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મારે આ સ્વામીને અને

સોખડા સંપ્રદાયના લોકો હું કહું છું ભગવાનના ભગવાન બનવાની કોશિશ ન કરો. આવી ટીપ્પણી કરી તેને સંપ્રદાયમાંથી કાઢી મુકવા જોઈએ. આ વિશે પગલાં લેવામાં નહિ આવે તો સાધુ

સંતોની બેઠક થશે. તેમજ આનંદસાગર સ્વામીના મહાદેવ વિષે બફાટના મુદ્દે વડતાલ મંદિરે પણ વિવાદમાં ઝંપલાવ્યું છે. તેમાં અખિલ ભારતીય સાધુસમાજના પ્રમુખ નૌતમસ્વામીનું

નિવેદન છે કે આ પ્રકારનો વાણીવિલાસ હિન્દુસમાજ નહીં ચલાવે. સ્વામિનારાયણ ભગવાને જુનાગઢમાં મહાદેવની સ્થાપના કરી હતી. તથા આનંદસાગર સ્વામીએ સંપ્રદાયને લાંછન

લગાડ્યું છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS