આજે લીઝ ટ્રસ કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતા અને બ્રિટનના વડાં પ્રધાન બનશે.
મૅરી એલિઝાબેથ ટ્રસનો જન્મ 1975માં ઑક્સફર્ડમાં થયો હતો. તેમના પિતા ગણિતશાસ્ત્રી અને માતા નર્સ હતાં. ટ્રસ પ્રમાણે તેઓ 'ડાબેરી' હતાં...
• ઉંમર: 47
• જન્મ સ્થળ: ઑક્સફોર્ડ
અને તેમણે રાઉન્ડ હે સ્કૂલ, લીડ્સ, ઑક્સફર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. ઑક્સફર્ડમાં જ તેઓ કન્ઝર્વેટિવ પાર્ટી સાથે જોડાયાં હતાં. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે શેલ તેમજ કૅબલ અને વાયરલેસ કંપનીઓમાં ઍકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું હતું અને પોતાના સહકર્મી હ્યૂગ ઓ લૅરી સાથે વર્ષ 2000માં લગ્ન કર્યાં હતાં. બંનેને બે બાળકો છે.
• ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જોન્સનના રાજીનામા બાદ ઋષિ સુનક અને તેમના વચ્ચે પદ માટે જંગ જામ્યો છે
• તેઓ તેમની કારકિર્દીની પ્રથમ બે ચૂંટણીઓ હારી ચૂક્યાં છે
• ટ્રસ વર્ષ 2001માં વેસ્ટ યૉર્કશાયરના હૅમ્સવર્થથી પાર્ટીનાં ઉમેદવાર બન્યાં પરંતુ ચૂંટણીમાં હારી ગયાં હતાં. ત્યાર બાદ વેસ્ટ યૉર્કશાયરના જ કૅલ્ડર વૅલીમાં તેઓ 2005માં ચૂંટણી હારી ગયાં હતાં.
• શરૂઆતમાં જ બે ચૂંટણી હાર્યા બાદ પણ તેમની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ ઓછી થઈ ન હતી. તેઓ 2006માં ગ્રીનવિચથી કાઉન્સેલર તરીકે ચૂંટાયાં હતાં. કન્ઝર્વેટિવ નેતા ડેવિડ કૅમરૂને ટ્રસને 2010માં પોતાની પ્રાથમિકતાવાળા ઉમેદવારોની 'એ લિસ્ટ'માં રાખ્યાં હતાં અને તેમને સાઉથ વેસ્ટ નૉરફોકની સુરક્ષિત બેઠક પરથી ઉતાર્યાં હતાં.
• ટ્રસના કેટલાક નિર્ણયોની આકરી ટીકા પણ થઈ ચૂકી છે
• એક વખત જ્યારે ટ્રસની પાર્ટીના જ સાંસદ માર્ક ફીલ્ડ સાથે અફૅરની વાત સામે આવતાં તેમને ઍસોસિયેશનના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
• તેમને બહાર કરવાના પ્રયત્નો પણ થયા પરંતુ તે નિષ્ફળ નીવડ્યા અને ટ્રસે 13 હજારથી વધુ મતથી એ બેઠક પર જીત મેળવી હતી.
• તેમણે અન્ય ચાર કન્ઝર્વેટિવ સાંસદો સાથે મળીને 2010માં એક પુસ્તક લખ્યું હતું. જેનું નામ 'બ્રિટેનિયા અનચેન્જ્ડ' હતું. તેમાં યુકેના ઘણા નિયમો હઠાવવાની વાત હતી જેથી વિશ્વમાં બ્રિટનની જગ્યા મજબૂત કરી શકાય. ત્યાર બાદથી તેમને મુક્ત વેપારનો સહયોગ કરનારાં અગ્રણી નેતા તરીકે જોવામાં આવે છે.
• ટ્રસ 2012માં સાંસદ બન્યાનાં માત્ર ચાર વર્ષમાં સરકારમાં શિક્ષણમંત્રી બની ગયાં અને 2014માં પર્યાવરણમંત્રી બન્યાં હતાં.
• વર્ષ 2015માં ટ્રસે એક ભાષણમાં કહ્યું, "આપણે ખાણીપીણીનો બે તૃતીયાંશ ભાગ આયાત કરીએ છીએ. જે શરમની વાત છે." આ માટે તેમનો ઘણો મજાક ઉડાવવામાં આવ્યો હતો.
• વર્ષ 2021માં 46 વર્ષની ઉંમરે તેઓ સરકારનાં સૌથી વરિષ્ઠ પદોમાંથી એક પદ સુધી પહોંચ્યાં. ડૉમિનિક રાબ બાદ તેમણે વિદેશમંત્રીનું પદ સંભાળ્યું હતું.
• આ પદ પર રહીને તેમણે નૉર્ધન આઇલૅન્ડ પ્રોટોકોલની જટિલ સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. તે માટે ટ્રસે પોસ્ટ બ્રેક્ઝિટ ડીલની ઘણી જોગવાઈઓ રદ કરી. આ પગલાની યુરોપિયન યુનિયને ઘણી ટીકા કરી હતી.
• આ સિવાય તેમણે બે બ્રિટન-ઈરાનિયન નાગરિકોને છોડાવ્યા હતા જેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન તેમણે એ વાત પર જોર આપ્યું હતું કે વ્લાદિમીર પુતિનની સમગ્ર સેનાને દેશમાંથી કાઢી મૂકવી જોઈએ.
જો કે ટ્રસનું કૅમ્પેન પણ વિવાદોથી દૂર રહ્યું નહોતું. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે કૉસ્ટ ઑફ લિવિંગની સમસ્યાને કેવી રીતે દૂર કરશો તો તેમણે કહ્યું કે તેઓ ટૅક્સનો ભાર ઘટાડવા પર ધ્યાન આપશે પરંતુ હૅન્ડઆઉટ (મફત સામાન, પૈસા વગેરે) નહીં આપે.