ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા નંબરના ધનિક બની ગયા છે. તેની સાથે જ તેમણે પોતાનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. તેમણે લુઇ વુઇટનના પ્રમુખ બર્નાર્ડ અર્નાોલ્ટને પાછળ રાખી દીધા છે. વિશ્વના સૌથી મોટા શ્રીમંતોની યાદીમાં સ્થાન મેળવનારા અદાણી પહેલાં ભારતીય અને એશિયન છે.
બ્લૂમબર્ગ ઇન્ડેક્સ અનુસાર હાલ અદાણીની આગળ અમેરિકાના ટોચના ઉદ્યોગપતિ ટેસ્લાના સીઇઓ એલન મસ્ક અને એમેઝોનના પ્રમુખ જેફ બેજોસ છે.