કોંગ્રેસને ચૂંટણી પહેલા જ ફટકા પર ફટકા પડી રહ્યા છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં રાજીનાઓ આપી દેવાના સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ સાથે 18 વર્ષથી રહેલા યુવા અધ્યક્ષે રાજીનામું આપી દીધું છે. તો અન્ય સમાચારોની વાત કરીએ તો સી.આર.પાટીલે કહ્યું કે, એક માત્ર ભાજપે વિધાનસભા અને લોકસભામાં અનેક બહેનોને ટિકિટ આપી અને તેઓ જીત્યા પણ છે. આ વખતે બહેનોને વધુ ટિકિટ મળે તે માટે મોદીજી વિચારી રહ્યા છે. ગુજરાતમાં દીકરીઓની ઘટતી સંખ્યા અંગે મોદી ચિંતિત બન્યા હતા અને સુકન્યા સમૃદ્ધિ યોજના મોદીએ શરૂ કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષે આજે સાધુ-સંતોના કેટલાક પ્રશ્નો તેમજ ખેડૂતોના પ્રશ્નો અને મહિલાઓના પ્રશ્ને તાકીદે ઉકેલવામાં આવશે તેમ જણાવ્યું હતું. તો જોઈએ ખબર ગુજરાતમાં વધુ સમાચારો...