તાજેતરમાં બહુચર્ચિત સોનાલી ફોગાટ કેસમાં હકીકત બહાર આવી છે કે સોનાલીને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. આ ડ્રગ્સનું નામ મેથામ્ફેટામાઇન છે. મેથામ્ફેટામાઇન એક શક્તિશાળી દવા છે, જેનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં પણ થાય છે. ઘણા લોકો આ દવાનો ખોટી રીતે ઉપયોગ કરે છે, જે જીવલેણ બની શકે છે. ગોવા પોલીસે દાવો કર્યો હતો કે સોનાલીને ડ્રિંકમાં મેથામ્ફેટામાઈન ભેળવેલું ડ્રગ આપવામાં આવ્યું હતું. તેનું સેવન કર્યાના થોડા કલાકો બાદ તેનું મૃત્યુ થયું હતું.