દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારના રોજ રાજકોટ પહોંચ્યા. અહીં પત્રકાર પરિષદ કરીને કહ્યું કે ગુજરાતમાંથી અમને ખૂબ પ્રેમ અને સમ્માન મળી રહ્યો છે. તેના માટે હું ગુજરાતના લોકોનો આભાર વ્યકત કરવા માંગું છું અને મને વિશ્વાસ છે કે તક મળશે તો અમે તમારી આશાઓ પર ખરા ઉતરીશું.
અમારા પર હુમલો કરશો તો અમે ચુપ નહીં રહીયે:કેજરીવાલ
સીએમ કેજરીવાલે આ દરમ્યાન આપના પદાધિકારી મનોજ સોરથિયા અંગે વાત કરતાં ભાજપ પર નિશાન સાંધ્યું હતું. જ્યારે કોઇ હાર ભાળી ગયું હોય ત્યારે હુમલો કરવામાં આવે. અમારા પર હુમલો કરશો તો અમે ચૂપ નહીં રહીએ. ભુજમાં ભાજપની સભામાં એસ.ટી. બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ લોકોને કહ્યું, હવે બદલાવ જરૂરી છે, કેજરીવાલને મત આપજો. બસ ડ્રાઇવરો અને કન્ડક્ટરને મારી આપીલ છે કે તમે આ દરરોજ સવારીમાં લોકોને કહો, હું તમારા તમામ મુદ્દાઓનો ઉકેલ લાવીશ. સરકાર બનાવાના ત્રણ મહિનામાં જ અમે તમારી તમામ ડિમાન્ડ પૂરી કરીશું.