બનાસકાંઠામાં 5 લોકોએ સામૂહિક આત્મહત્યા કરી છે. જેમાં થરાદની નર્મદા કેનાલમાં 5 લોકોએ ઝંપલાવ્યું હતું. તથા મહિલાએ તેના પ્રેમી અને ત્રણ બાળકો સાથે ઝંપલાવ્યું હતું. ગઈકાલે
નહેરમાંથી 3 બાળકોના મૃતદેહ મળ્યા હતા. આજે મહિલા અને તેના પ્રેમીનો મૃતદેહ મળી આવ્યો છે. ફાયર અને સ્થાનિક તરવૈયાઓએ બંન્નેના મૃતદેહને બહાર કાઢ્યા છે. સમગ્ર મામલે
થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.