વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી અમદાવાદ આવશે

Sandesh 2022-09-01

Views 231

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 સપ્ટેમ્બર ગુજરાત આવશે. જેમાં અમદાવાદ સાયન્સસિટીમાં DST પરીષદની શરુઆત કરાવશે. તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયન્સ એન્ડ ટેક્નોલોજી

વિભાગના મંત્રી, સચિવની બેઠક તથા 100થી વધુ સ્ટાર્ટઅપના CEO બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે.

અમદાવાદ સાયન્સસિટીમાં DST પરીષદની શરુઆત કરાવશે

ઉલ્લેખનીય છે કે નિતી આયોગના સભ્ય વિ.કે.સારસ્વત બેઠકમાં હાજર રહેશે. તથા કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ હાજર રહેશે. બે દિવસ તમામ રાજ્યોના સાયન્સ એન્ડ ટેક્નોલોજી

વિભાગના મંત્રી અને સચિવની બેઠકનુ આયોજન ભારત સરકારે કર્યું છે. જેમાં 100થી વધુ સ્ટાર્ટ અપના સીઈઓ પણ બેઠકમાં ભાગ લે તેવી શક્યતા છે. જેમાં વડાપ્રધાન મોદીનો ફરી

એકવાર ગુજરાત આવવાનો કામચલાઉ કાર્યક્રમ નક્કી થયો છે, એ મુજબ તેઓ 10 સપ્ટેમ્બરે અમદાવાદ આવી સાયન્સસિટી ખાતે તમામ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સાયન્સ અને

ટેક્નોલોજી વિભાગના મંત્રીઓ તથા સચિવોની બે દિવસ માટે યોજાનારી વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે.

કેન્દ્ર સરકારના અધિકારીઓ પણ હાજર રહેશે

બુધવારે નવી દિલ્હીમાં આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે એક ઉચ્ચકક્ષાની બેઠક યોજી જાહેરાત કરી હતી. જાણકાર સૂત્રો કહે છે કે, રાજ્યનો વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ આ પરિષદના

આયોજન માટે કેન્દ્રીય મંત્રાલયની સૂચના અનુસાર ફેસિલિટેટરની ભૂમિકા ભજવી રહ્યો છે. લગભગ 150થી 200 જેટલા મહાનુભાવો આ પરિષદમાં ભાગ લેશે, તેમની વ્યવસ્થા રાજ્યના શિરે

રહેશે. સાયન્સ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા બાયોટેક્નોલોજી, અર્થસાયન્સ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, એટોમેટિક રિસર્ચ જેવા 8થી 10 જેટલા જુદા જુદા કેન્દ્રીય વિભાગોના વડા

અધિકારીઓ પણ આ બે દિવસની પરિષદમાં ભાગ લેશે. આ વિજ્ઞાન પરિષદ 10-11 સપ્ટેમ્બરના રોજ શનિ-રવિ દરમિયાન યોજાશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS