બોટાદમાં સાળંગપુર રોડ પર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં રેલવે અંડરબ્રિઝ પાસે આખલાઓનો આતંક સામે આવ્યો છે. તેમાં ત્રણ આખલા બાખડતા એક આખલો બ્રિજ નીચે
પટકાયો હતો. જેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. બોટાદ શહેરમાં આખલા યુદ્ધનો વીડિયો વાઈરલ થયો છે. સદનશીબે આખલા બાખડયા તે સમયે કોઈ રાહદારીઓ હડફેટે
આવ્યા ન હતા.