દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે. જેમાં આખલા યુદ્ધમાં યાત્રિકો કચડાયા છે. તેમાં આખલા યુદ્ધની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. તેમજ આખલાઓએ બાનમાં લેતા
લોકોના જીવ જોખમમાં મુકાયા હતા.
દ્વારકામાં આખલા યુદ્ધથી યાત્રિકો કચડાયા છે. તેમાં દ્વારકામાં રેઢીયાર પશુઓના વારંવાર થતા તોફાનોમાં અનેક અકસ્માતમાં લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. તેમાં નગર પાલિકા
ઊંઘમાં અને યાત્રિકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. વાયરલ વીડિયોમાં ધ્વજા ચડાવા આવેલ એક સમાજના લોકોને બે આખલાઓએ બાનમાં લેતા અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા
હતા.
રખડતા ઢોરના કારણે અવારનવાર દ્વારકામાં અકસ્માત સતત વધી રહ્યા છે. જેમાં દ્વારકા નગરીમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. તેમાં રખડતા ઢોરની સમસ્યાઓથી યાત્રિકો તેમજ
સ્થાનિકો પરેશાન છે.