ભુજમાં PM મોદીનો 3 કિમી લાંબો ભવ્ય રોડ શૉ યોજાયો છે. જેમાં ભુજના રસ્તાઓ પર મોદી મોદીના નારા લાગ્યા છે. તથા પ્રધાનમંત્રી મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું છે. તેમજ
સ્મૃતિ વનના લોકાર્પણ બાદ PM મોદી સભા સ્થળે પહોંચશે. તથા યુનિ.ગ્રાઉન્ડમાં અલગ અલગ વિભાગોના ખાતમુહૂર્ત કરશે.
ભુજના રસ્તાઓ પર મોદી મોદીના નારા લાગ્યા
ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી મેદાનમાં PM મોદી સભાને સંબોધશે. તેમાં 2 લાખ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. તેમજ અંજારમાં બનેલું વીર બાળક સ્મારકનું પણ પ્રધાનમંત્રી
મોદી લોકાર્પણ કરશે. જેમાં દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો રજૂ
કરવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી મોદીએ સ્મૃતિવનનું કર્યું લોકાર્પણ
ત્યારબાદ વિનાશ વિભાગમાં કાટમાળ દર્શાવીને મૃત્યુ પામેલા બાળકોના સ્મૃતિચિહ્નો અને તેમની પ્રતિકૃતિ રજૂ કરાઇ છે. સાથે જ ભૂકંપનો અનુભવ થઇ શકે તે માટે એક વિશેષ રૂમ
બનાવવામાં આવ્યો છે. તો મ્યૂઝિયમની બહાર મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. ભોગ બનેલા માસૂમ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવા એક શક્તિશાળી પ્રકાશપુંજ બનાવવામાં
આવ્યો છે. જેમાંથી નિકળતો પ્રકાશ સમગ્ર અંજાર શહેરમાં દેખાશે.