વધારે વરસાદથી રાજ્યના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યા સર્જાઈ છે. અરવલ્લીમાં સાર્વત્રિક વરસાદી વરસાદ વરસ્યો હતો જેના કારણે વૈડી ડેમ 100 ટકા ભરાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદનાં કરને નદીમાં નવા નીર આવ્યા હતા અને પાણીની ભારે આવક થઇ હતી જેના કારણે ડેમ છલોછલ ભરાયો હતો. સુરેન્દ્રનગરના પારડીમાં લમ્પી બાદ શંકાસ્પદ વાયરસનો કહેર વર્તાયો છે. ઘેટાંમાં સીપ પોક્સ વાયરસના લક્ષણો દેખાયા હતા. જેના કારણે સાત ઘેટાંઓના મોત થયા હતા.