વડોદરામા રસ્તે રઝળતા મોતથી લોકોનું રોડ પર ચાલવું મુશ્કેલ બન્યુ છે. શહેરના ખોડિયાનગર વિસ્તારમાં રખડતા ઢોરે ગોરવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને અડફેટમાં લેતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આમ એક જ દિવસમાં ઢોરના આતંકની બે ઘટનાઓ સામે આવી છે. બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં 22 ઓગસ્ટથી ફરીથી વરસાદની આગાહી કરી છે.