ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો

Sandesh 2022-08-03

Views 1.8K

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યમાં ફરી વરસાદી માહોલની હવામાન વિભાગની આગાહી છે. તેમાં વેધર વોચ ગ્રુપની સાપ્તાહિક બેઠક મંગળવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા

યોજાઈ હતી, જેમાં હવામાન વિભાગના નિયામક મનોરમાબહેન મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓગસ્ટ માસ દરમિયાન ભારે વરસાદની શક્યતા નહિવત્ છે, આવતા પાંચ દિવસમાં

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કક્ષાનો વરસાદ પડવાની શક્યતા છે.

હાલના તબક્કે રાજ્યમાં 36 ટકા વધુ વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે. કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 4

ઓગસ્ટથી કચ્છ, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારબાદ 6 ઓગસ્ટથી વરસાદનું સામાન્ય જોર વધશે. જોકે, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી. સમગ્ર

ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન પણ રાજ્યમાં વરસાદ રહેશે. હાલના તબક્કે રાજ્યમાં 36 ટકા વધુ વરસાદ નોંધાયો છે.

નર્મદા ડેમની સપાટીમાં એક દિવસમાં 10 સેમીનો વધારો

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં હાલમાં વરસાદ નથી. જેના કારણે પાણીની આવક હવે ધીરે ધીરે ઘટી રહી છે. આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 52656

ક્યુસેક છે. જેના પગલે એક દિવસમાં નર્મદા ડેમની જળ સપાટી 10 સેમી વધી છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 132.26 મીટર પહોંચી છે. ડેમમાં પાણીનો કુલ જીવંત

જથ્થો 3761 મિલિયન ક્યુબિક મીટર છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS