હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શુક્રવારે ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ૩૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલી યોજાઈ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ તા.13થી 15 ઓગસ્ટથી સુધી ઘર ઘર તિરંગો લહેરાવવાના દેશવ્યાપી અભિયાન અંતર્ગત જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ભુજ ખાતે તિરંગા રેલી યોજાઇ હતી. લોકોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જાગૃત થાય તે હેતુથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જે હેઠળ બીએસએફ્ના જવાનો, એનડીઆરએફ્ની ટીમ, એનસીસી, એનએસએસના છાત્રો અને શાળા - કોલેજના વિદ્યાર્થીઓએ 300 મીટર તિરંગા સાથેની રેલીમાં ભાગ લઇને શહેરના લોકોને હર ઘર તિરંગો લહેરાવવા અનુરોધ કર્યો હતો.