દ્વારકામાં આજે દરિયો ગાંડોતુર બન્યો છે. જેમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે. તેમજ ગોમતીઘાટ સહિતના કિનારે 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા છે. તથા દરિયામાં આજે ભારે કરંટ વચ્ચે
ઉંચા મોજા ઉછળતા સહેલાણીઓને મોજ પડી છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ દરિયામાં આગામી તા.13 સુધી દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે.