વડોદરાના માંજલપુર નાકા પાસે ગત રાત્રે 10 વાગ્યાની આસપાસ પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. જેમાં જોનારાના મતે બાઈક પાર્કિંગ કરવાને લઈ
બે પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલીથી શરૂ થઇ હતી. તેમજ ત્યાર બાદ વિવાદ વકર્યો હતો. જેમાં હુમલો કરનારા નાગરિકે પહેલા બેફામ અપશબ્દો બોલ્યા હતા. આ સમયે પોલીસ જવાન
અને આસપાસના કેટલાક લોકોએ યુવકને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. છતા યુવક અટકવાનું નામ નથી લઈ રહ્યો જેમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે.