જામનગર નજીકના નવા નાગ ગામના 29 વર્ષના યુવકમાં મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. જે બાદ આ યુવકને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આ યુવકને સારવાર માટે અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યો છે. જ્યારે તેના સેમ્પલ ટેસ્ટિંગ માટે ગાંધીનગર લેબમાં મોકલવામાં આવ્યા છે.