સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસ વધતા સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરાયા

Sandesh 2022-08-03

Views 267

સુરત શહેરમાં સ્વાઈન ફ્લૂ બેકાબૂ બન્યો છે. જેમાં એક સાથે સ્વાઈન ફ્લૂના 21 કેસ નોંધાયા છે. તેમજ 21 દર્દીઓમાંથી 1 દર્દીની હાલત ગંભીર છે. તથા કેસ વધતા સિવિલમાં સ્પેશ્યલ વોર્ડ

તૈયાર કરાયા છે. જેમાં હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ છે.

21 દર્દીઓમાંથી 1 દર્દીની હાલત ગંભીર

સુરત શહેરમાં સ્વાઇન ફ્લૂ બેકાબૂ બન્યો છે. શહેરમાં એક સાથે 21 કેસ સામે આવતા પાલિકા તંત્ર ચિંતિત થયું છે, જ્યારે 21માંથી 1 દર્દીની હાલત ગંભીર હોવાનું પણ મેડિકલ ઓફિસર

જણાવી રહ્યા છે. એક બાજુ કોરોનાના કેસોમાં વધારો ત્યાં બીજી બાજુ હવે સ્વાઇન ફ્લૂના કેસોમા ઉછાળો આવતા સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયેલા સ્પેશ્યલ વોર્ડમાં
હાલ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ અંગે સુરત મહાનગર પાલિકાના મેડિકલ ઓફિસર રિકિતા પટેલે સ્વાઇન ફ્લૂ અંગે વાત કરતા કહ્યું હતું કે સુરત શહેરમાં છેલ્લા દસ દિવસમાં સ્વાઇન

ફ્લૂ કેસમાં સતત વધારો નોંધાયો છે. પહેલા એક બે કેસ આવતા અથવા સિંગલ ડીજીટમાં કેસ આવતા પરંતુ હવે એક સાથે ડબલ ડીજીટમાં કેસ આવવાની શરૂઆત થઈ છે.

કેસ વધતા સિવિલમાં સ્પેશ્યલ વોર્ડ તૈયાર કરાયા

સ્વાઇન ફ્લુના એક સાથે એકવીસ કેસ આવતા પાલિકા તંત્ર દ્વારા આરોગ્યલક્ષી કામગીરીમાં વધારો કરી દેવાયો છે. જો સ્વાઇન ફ્લૂના લક્ષણોની વાત કરી એ તો શરદી, ખાસી અને તાવ

અને આ વખતે એની સાથે શ્વાસમાં તકલીફ હોવાની પણ ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે પાલિકા દ્વારા કોન્ટેક્ટ ટ્રેસીંગ સાથે સ્વાઇન ફ્લૂના ટેસ્ટિંગ સાથે સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ

છે. જેમાં તમામ ઝોનમાં રેપિડ રિસ્પોન્સ અને સર્વેની ટીમ તૈનાત કરાઇ છે.

હાલ તમામ દર્દીઓ સારવાર હેઠળ

હાલમાં 21 કેસમાં ચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમાંથી એક દર્દીની હાલત ગંભીર છે. અન્ય કેસો અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સ્વાઇન ફ્લુના નોંધાવેલા તમામ

કેસોમાં 40 વર્ષથી ઉપર અને કોમોર્બિટ દર્દીઓ નોંધાયો છે, સાથે જ પાલિકા દ્વારા સ્વાઇન ફ્લૂ વધતા શહેરીજનોને સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS