મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેને ચેતવણીના સુરમાં જણાવ્યું કે, જો હું બોલવાનું શરુ કરીશ, તો ભૂકંપ આવી જશે. બીજી તરફ ઈડીના અધિકારીઓએ સંજય રાઉતના ઘરેથી 11.50 લાખ રૂપિયાની બિનહિસાબી કેશ જપ્ત કરી છે. હાલ EDની કચેરીમાં સંજય રાઉતની તપાસ અધિકારીઓ પૂછપરછ કરી રહ્યાં છે.