વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે રાજ્યના મોટાભાગના જળાશયોમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં 54.82 ટકા, ઉત્તર ગુજરાતના જળાશયોમાં 21.51 ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં 42.67 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતના જળાશયોમાં 72.45 ટકા પાણી ભરાયા છે.