ગુજરાતના મોટાભાગમાં જિલ્લાઓમાં ચોમાસુ સક્રિય થઈ જવાથી સતત વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર મેઘરાજા વધારે
મહેરબાન જોવા મળી રહ્યો છે. મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં વલસાડ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ખાબકેલા ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.