મધ્ય ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છોટા ઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ખાડાને કારણે ટુ વ્હીલર ચાલકોને હોસ્પિટલનાં મસમોટા બિલ ભરવાનો અને હેરાન થવાનો વારો આવ્યો છે. વરસાદના કારણે શહેરનાં મોટાભાગનાં રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાને કારણે ટુ વ્હીલર ચાલકોને મણકાની મુશ્કેલી વધી ગઇ છે.