વલસાડમાં 15 વર્ષના બાળકને તેના માતા પિતાએ ફ્રી ફાયર મોબાઇલ ગેમ રમવાની ના પાડી હતી અને સ્કુલે જવાનું કહ્યું હતું. બાળકને પરિવાર જનોએ શાળાએ જવાનું કહેતા અને મોબાઈલ ગેમ ન રમવાનું કહેતા બાળકને માઠું લાગી આવતા તેણે આત્મહત્યા કરી હતી. આ સગીરનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતા ઘટના અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.