મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ થાણેમાં ઘાયલ પોલીસકર્મીને હોસ્પિટલમાં દાખલ કરવાની વ્યવસ્થા કરાવી હતી. મહિલા કોન્સ્ટેબલ થાણે કલેક્ટર ઓફિસમાં તૈનાત સુરક્ષા કર્મચારીઓની ટીમનો ભાગ હતી, જ્યાં બુધવારે સીએમ શિંદેએ એક ખાસ બેઠક યોજી હતી. સીએમ શિંદે જ્યારે મીટિંગ પછી સ્થળ છોડી રહ્યા હતા ત્યારે ભીડમાં રહેલી મહિલા કોન્સ્ટેબલને ઈજા થઈ હતી.