હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદને પગલે અંધારપટ છવાયો હતો. જ્યારે વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી તરફ સતત વરસાદને પગલે ગીર જંગલમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.