ગોંડલમાં અંડરબ્રીજમાં વિદ્યાર્થીઓની બસ ફસાઇ, મહામહેનતે રેસક્યૂ કર્યું

Sandesh 2022-07-02

Views 3

સૌરાષ્ટ્રના પંથકમાં ભારે વરસાદ પડતા ગોંડલમાં વિદ્યાર્થીઓની બસ ફસાય ગઇ હતી. ફસાયેલી બસનું રેસ્કયુ કરાયું હતું. ધોધમાર વરસાદના લીધે ગોંડલની અંદર લાલપુર બ્રીજ પાસે પાણી ભરાતા મારવાડી યુનિવર્સિટીની બસ પાણીમાં ફસાયાની માહિતી સામે આવી હતી.

આ બાબતે સ્થાનિકો દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ પ્રકારની ઘટના બસ ડ્રાઇવરની બેદરકારીના લીધે બની હતી. કારણકે બ્રીજની અંદર પાણી હોવા છતાંય પાણીમાંથી કાર પસાર કરવામાં આવી હતી. ત્યારબાદ સેનિટેશન ચેરમેન અને અન્ય સ્ટાફે વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા હતા.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS