ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Sandesh 2022-06-22

Views 178

આજથી રાજ્યમાં ચોમાસાની જમાવટ શરૂ થઇ છે. જેમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદની આગાહી

કરવામાં આવી છે. તેમજ મ.ગુજરાત અને ઉ.ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે.

આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી

ઉલ્લેખનીય છે કે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર, સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન ખાતાના અધિકારી

મનોરમાબહેન મોહન્તીએ ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વોચ ગ્રૂપની બેઠકમાં રાજ્યમાં વરસાદની સંભાવનાઓ વિશે વિગતે જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે, આવતા પાંચ

દિવસમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને ડાંગ એમ ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે વલસાડ જિલ્લામાં 24 જૂનથી 26 જૂન દરમિયાન ભારેથી

અતિભારે વરસાદ થવાની સંભાવના રહેલી છે.

વલસાડ, નવસારી, ડાંગ, સુરતમાં ભારે વરસાદની આગાહી

રાહત કમિશનર સી.સી. પટેલના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાને પગલે અગમચેતીના ભાગરૂપે એનડીઆરએફની એક ટીમ નવસારીમાં જવા રવાના

થઈ રહી છે, જે આવતીકાલ સવારે પહોંચી જશે. આ ઉપરાંત એસડીઆરએફની એક-એક ટીમ સુરત અને ભરૂચ-વાલિયા ખાતે હેડક્વાર્ટર ઉપર તૈનાત કરાઈ છે. આ બેઠકમાં એવી પણ

જાણકારી અપાઈ હતી કે, પહેલી જૂનથી 21 જૂન સુધીમાં રાજ્યમાં વીજળી પડવાથી, ડૂબી જવાથી કે ભારે વરસાદથી 26 જેટલા માનવમૃત્યુ નોંધાઈ ચૂક્યા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS