ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલકોને ટ્રાફિક પોલીસ દ્વારા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ઈ-ચલણ આપવામાં આવે છે. જો કે આ પછી તેનો યોગ્ય રીતે અમલ કરવામાં આવતો નથી, તેવા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે રાજ્ય સરકાર, ડીજીપી, વાહનવ્યવહાર વિભાગના કમિશનરને નોટિસ પાઠવી છે.
સેનામાં ભરતી માટે સરકાર તરફથી લાવવામાં આવેલી ‘અગ્નિપથ યોજના’ને લઈને ઉગ્ર પ્રદર્શન થઇ રહ્યું છે. હાલમાં બિહાર, હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાંથી વિરોધ પ્રદર્શનના અહેવાલો આવી રહ્યા છે. બિહારમાં સૌથી વધુ હિંસક દેખાવો થઈ રહ્યા છે, ત્યાં એક જગ્યાએ ટ્રેનમાં આગ ચાંપવામાં આવી હતી.