બનાસકાંઠાના ભીલડીમાં નજીક ખેતરમાં માછલીઓ જોવા મળતા સ્થાનિકોમાં કુતુહલ સર્જાયું છે. જેમાં મોડી રાત્રે અહીં વરસાદ ખાબક્યો હતો. ત્યારે સવારે ખેડૂત ખેતર પહોંચતા ખેતરમાં માછલીઓ જોવા મળી હતી. જેના ફોટો અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયા છે. આ માછલી ક્યાંથી આવી તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.