ગુજરાતી લોકગાયકોના કાર્યક્રમમાં તેમના પર નોટો અને ડોલરોના વરસાદના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. માયાભાઈ આહિર, ગીતા રબારી, કીર્તિદાન ગઢવી, ઉર્વશી રાદડિયા જેવા કલાકારો ગુજરાત જેટલા જ વિદેશમાં પણ લોકપ્રિય છે. તાજેતરમાં કચ્છી કોયલ ગીતા રબારીના લંડન ખાતેના કાર્યક્રમમાં તેમના પર લોકોએ ડોલર અને પાઉન્ડનો વરસાદ કર્યો હતો.
લંડનના હેરો લેસી સેન્ટરમાં લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છી કોયલ ગીતા રબારીના પર્ફોમન્સ પર લોકો મન મૂકીને ઝૂમ્યા હતા. આટલું જ નહીં, લોકડાયરો માણવા આવેલા લોકોએ ગીતા રબારી ઉપર ડોલરો અને પાઉન્ડની વર્ષા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.