તાપીમાં બપોરે વરસાદ ખાબક્યો છે. જેમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડ્યો છે. તેમાં તાપીના વાલોડ, ડોલવણ, સોનગઢમાં વરસાદ આવ્યો છે. તેમજ વાતાવરણમાં એકાએક
પલટો આવ્યો છે. તથા જિલ્લામાં મેઘરાજાનું વિધિવત આગમન થયુ છે. જેમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તેમાં ભારે ગાજવીજ અને પવન સાથે મેઘરાજા પધાર્યા છે.
તેમજ વાતાવરણમાં માટીની ખુશ્બુ અને ઠંડકથી પ્રજાજનોને રાહત થઇ છે. તાપીના વાલોડ, ડોલવણ, ભેંસકાતરી, સોનગઢના મોટા બંધારપાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે.