બનાવટી ચલણી નોટો બજારમાં ફરતી કરવા માટે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં બનાવટી નોટો ફરતી કરવા માટે આરોપીનો માસ્ટર પ્લાન સફળ પણ થયો અને 42 નોટો બેંકમાં પહોંચી ગઈ અને બેંકના કેશિયરને જાણ પણ નહતી થઈ. જો કે ક્રાઇમ બ્રાન્ચે આવી જ કુલ 98 નોટો કબજે કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે આ ગુનાનો માસ્ટર માઈન્ડ હજી ફરાર છે. જેની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.