ગુજરાતમાં એક તરફ ઉનાળો ચરમ પર છે અને કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે, તો બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બે દિવસથી અચાનક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયા બાદ હવે આજે ભાવનગરના સિંહોર પંથકમાં વરસાદ ધોધમાર વરસાદ પડ્યો છે.