સુરત સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓ માટે 200 બેડની હોસ્પિટલ બનાવાશે તંત્ર દ્વારા દિવસ-રાત દોડધામ કરવામાં આવી રહી છે સ્ટેમસેલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરને સાફ સફાઈ કરી દેવાઈ લગભગ બન્ને ફ્લોર પર ઇલેક્ટ્રિક કામગીરી પૂર્ણ કરી દેવાય છે પહેલા માળે દર્દીઓને રાખવામાં 18 વોર્ડ અને બે હોલ તૈયાર થઈ ચૂક્યા છે વહીવટી તંત્રએ 500 ગાદલા અને લગભગ 100 નવા બેડ પણ ખરીદી લીધા છેહોસ્પિટલના સિનિયર ડોક્ટરો સતત આ બિલ્ડિંગ પર મોનીટરીંગ પણ કરી રહ્યા છે