રક્ષામંત્રી રાજનાથ સિંહે બુધવારે પાકિસ્તાન ખાતે આવેલા આતંકી કેમ્પો અંગે મોટું નિવેદન આપતા કહ્યું કે, બાલાકોટમાં એરસ્ટ્રાઈક બાદ ફરી શરૂ થયેલા આતંકી કેમ્પોને ફરીથી તબાહ કરવા માટે આપણી સેના તૈયાર છે આપણી સેના, વાયુસેના અને નૌસેનાએ અત્યાર સુધી ઘણા આતંકી ષડયંત્રોને ધ્વસ્ત કર્યા છે
રક્ષામંત્રીએ ચેન્નાઈ પોર્ટ પર કોસ્ટગાર્ડ માટે નવા પેટ્રોલિંગ જહાજ ICJS વરાહની શરૂઆત કરી છે આ કાર્યક્રમ પછી એક પત્રકારે રાજનાથને પુછ્યું કે, પાકિસ્તાને બાલાકોટમાં આતંકી કેમ્પો ફરી શરૂ કરી દીધા, શું આપણે તેને ફરી બંધ કરીશું? જેના જવાબમાં રાજનાથે કહ્યું કે, ‘ચિંતા ન કરશો, અમે તૈયાર છીએ’