પ્રદર્શનકારીઓ સાથે ડંડા અને પથ્થરો લઈને દોડ્યા પોલીસ જવાન

DivyaBhaskar 2020-03-12

Views 489

લોકસભામાં બુધવારે દિલ્હી હિંસા પર થયેલી ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહે પોલીસના વખાણ કર્યા હતા તેમણે કહ્યું, હું દિલ્હી પોલીસની પ્રશંસા કરુ છું અને તેમને શાબાશી આપવા માંગુ છું કારણકે તેમણે રમખાણો સમગ્ર દિલ્હીમાં ન ફેલાવા દીધા દિલ્હીના 4 ટકા વિસ્તાર અને 13 ટકા વસ્તી સુધી હિંસાને સીમિત રાખવાનું કામ દિલ્હી પોલીસે કર્યું છે દિલ્હી પોલીસે 36 કલાકની અંદર જ રમખાણોને સમેટી લીધા છે ગૃહમંત્રીનું આ નિવેદન ગૃહમાં એકદમ ચોંકાવનારુ હતું ચોંકાવનારુ એટલા માટે કારણકે 24-25 ફેબ્રુઆરીએ થયેલી હિંસા દરમિયાન પોલીસના એવા ઘણાં વીડિયો સામે આવ્યા હતા જેમાં તેઓ પ્રદર્શનકારીઓને પથ્થરમારો કરતાં જોઈ રહ્યા હતા, ક્યારેક તેઓ પોતે પણ પથ્થરમારો કરતા હતા તો ક્યારેક ભાજપ નેતાના ભડકાઉ નિવેદનો ચૂપચાપ સાંભળતા હતા



આ વીડિયોને ધ્યાનથી જોશો તો દેખાશે કે પોલીસના ઈશારા પછી પ્રદર્શકારીઓ પથ્થરો લઈને દોડ્યા હતા પ્રદર્શનકારીઓ સાથે પોલીસ જવાન પણ ડંડા લઈને દોડતા જોવા મળ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS