અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનું આજે પરિણામ આવ્યું છે સેનેટની 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં 6 બેઠક પર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIનો ભવ્ય વિજય થયો છેજ્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એવી ABVPને માત્ર 2 બેઠક મળી છે તેમજ વેલ્ફેરની 7 બેઠકમાંથી NSUIનો 6 પર અને ABVPનો 1 બેઠક પર વિજય થયો છે ABVPનો કારમો પરાજય થવા છતાં કેમ્પસમાં વર્ચસ્વ જાળવવા ડીજે બોલાવી ઉજવણી કરી વિજય સરઘસ કાઢ્યું હતું આ સરઘસ દરમિયાન ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે બોલાચાલી અને ગાળાગાળી પણ થઈ હતી તેમજ ડીજે બંધ કરાવવા મામલે ABVP અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યાર બાદ પોલીસ ABVPના કાર્યકરોને સમજાવી રહી હતી ત્યારે ABVPના કાર્યકરો વિફર્યાં હતા અને પોલીસ કર્મીને લાફા માર્યાં હતા તેમજ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી જેને પગલે પોલીસે ટોળા પર કાબૂ મેળવવા હળવો લાઠીચાર્જ કર્યો હતો આ દરમિયાન ABVPએ ગુજરાત પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા