નાગિરકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ધરણાની સાથે સાથે પોલીસે રવિવારે શાહીન બાગમાં ધારા144 લાગુ કરી દીધી છે હિન્દુ સેનાના કાર્યકર્તાઓએ અહીંયા રેલી કાઢવાની વાત કહી છે જોઈન્ટ કમિશનર ડીસી શ્રીવાસ્તવે કહ્યું કે, ઠેર ઠેર બેનર લગાવીને લોકોને એકઠા થવા, દેખાવો કરવા માટેની ના પાડી છે પોલીસે ચેતવણી પણ આપી છે કે આવું કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે સવારથી જ શાહીન બાગ સિવાય જાફરાબાદ, મૌજપુર સહિત હિંસાગ્રસ્ત વિસ્તારોમાં વધારે પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે દિલ્હી હિંસા કેસમાં અત્યાર સુધી 167 FIR નોંધાઈ ચુકી છે જેમાં 13 મામલા સોશયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ નાંખવાવાળાઓ પર પણ નોંધાયા છે દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, આ સંખ્યા વધી શકે છે ફેસબુ, ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ પર પોલીસ ચાંપતી નજર રાખી રહી છે 36 કેસ હથિયારનો ઉપયોગ કર્યા હોવાના પણ થયા છે