એનઆરસીના અંતિમ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને જગ્યા મળી છે જ્યારે 19,06,657 લોકોને બહાર કરવામાં આવ્યા છે જે લોકો લિસ્ટથી સંતુષ્ટ નથી અથવા જેમને કોઈ પણ વાંધો છે તો તેઓ ફોરેનર્સ ટ્રિબ્યૂનલ સામે અરજી કરી શકે છે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોટી માત્રામા સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે આ લિસ્ટ ઈન્ટરનેટ અને રાજ્યના 2500 એનઆરસી સેવા કેન્દ્ર, 157 અંચલ કાર્યાલય અને 33 જિલ્લા ઉપાયુક્ત કાર્યાલયોમાં રાખવામાં આવ્યું છે