મોટેરા સ્ટેડિયમમાં જોવા મળ્યો જનસૈલાબ, સ્ટેડિયમ બહાર લાંબી લાઈન લાગી

DivyaBhaskar 2020-02-24

Views 25.3K

યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 1130 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચવાના છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પના આગમનના એકાદ કલાક પહેલા પહોંચશે ટ્રમ્પ અને મોદી એરપોર્ટ આયોજીત કલ્ચરલ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રોડ શૉ થકી ગાંધી આશ્રમ પહોંચશે, ત્યાંથી પરત એરપોર્ટ તાજ સર્કલથી મોટેરા સ્ટેડિયમ જશે સ્ટેડિયમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નિર્ધારિત આયોજન પ્રમાણે કાર્યક્રમમાં હાજરી આપવા આવી રહેલા લોકોનો ધસારો સ્ટેડિયમ ખાતે જોવા મળી રહ્યો છે જે પ્રકારે લોકો સ્ટેડિયમમાં આવી રહ્યાં છે તેને જોઇને જનસૈલાબ ઉમટ્યું હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે મોટેરા સ્ટેડિયમમાં 1 લાખથી વધુ લોકોનું અભિવાદન જીલ્યા બાદ ટ્રમ્પ 330 વાગ્યે આગ્રા જવા નીકળશે મોટેરા સ્ટેડિયમની બહાર લોકો લાંબી લાઈનોમાં ઉભા છે, સ્ટેડિયમની બહાર એકઠા થાય છે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ પૂર્વે સ્ટેડિયમ ખાતે બેઠકો મેળવવાની પળોજણમાં છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS