આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે, ગાંધીજી એક કટ્ટર સનાતની હિન્દુ હતા અને તેમનામાં ભૂલોનું પ્રાયશ્ચિત કરવાના ગુણ હતા દેશના ઘણાં ભાગમાં નાગરિકતા કાયદો (CAA) અને નાગરિકતા રજિસ્ટર (NRC) વિરુદ્ધ આંદોલન વિશે પણ ભાગવતે પ્રહાર કર્યા હતા મોહન ભાગવતે સોમવારે દિલ્હીમાં મહાત્મા ગાંધી વિશે લખવામાં આવેલા એક પુસ્તકનું વિમોચન કર્યું હતું
સંઘ પ્રમુખે કહ્યું હતું કે, જો ગાંધીજીના પ્રયોગો કે તેમનું આંદોલન ગેરમાર્ગે જતું રહેતું તો તેઓ પ્રાયશ્ચિત કરવા સક્ષમ હતા જો આજના આંદોલનમાં કોઈ પ્રોબ્લેમ થાય અથવા કાયદો વ્યવસ્થા બગડે તો શું કોઈ પ્રાયશ્ચિત કરશે?