અમેરિકાના ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે ગુરુવારે કહ્યું છે કે, તેઓ અને તેમના પતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિને થનારી ભારત યાત્રા વિશે ખૂબ ઉત્સાહિત છે તેમણે ભારત આવવાનું આમંત્રણ આપવા માટે વડાપ્રધાન મોદીનો પણ આભાર માન્યો છે બુધવારે ટ્રમ્પે પણ કહ્યું હતું કે, હુ ભારત યાત્રા માટે ખૂબ ઉત્સાહિત છે અને સારા સંબંધોની આશાએ ત્યાં જઈ રહ્યો છું આ વિશે વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ટ્રમ્પની આ મુલાકાત ખૂબ ખાસ છે અને ભારત તેમના સન્માનિત અતિથિઓનું વિશેષ સ્વાગત કરે છે મેલાનિયાએ મોદીના ટ્વિટને રિટ્વિટ કરતા લખ્યું છે કે, આમંત્રણ માટે તમારો ધન્યવાદ, આ મહિને જ અમદાવાદ અને નવી દિલ્હીની યાત્રા થશે ડોનાલ્ડ અને હું ભારત યાત્રા માટે ખૂબ ઉત્સાહિત છીએ આ પ્રવાસથી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો વધારે મજબૂત થશે