વડાપ્રધાને કહ્યું કે, મને દ્વીપક્ષીય સંબંધોના દરેક મુદ્દાઓ પર ભૂટાન નરેશ, પૂર્વ નરેશ અને ત્યાંના વડાપ્રધાન સાથે સાર્થક વાતચીત થવાની આશા છે તે સાથે જ ભૂટાનના રોયલ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો સંબોધિત કરવા માટે પણ ઉત્સુક છું મને વિશ્વાસ છે કે, આ યાત્રાથી ભૂટાન સાથે અમારી મિત્રતા વધારે મજબૂત થશે જેનાથી બંને દેશો વચ્ચે સમૃદ્ધી અને પ્રગતિનો માર્ગ તૈયાર થશે ભારતની 'પડોશી પહેલા'ની નીતિ રહી છે