ચીન કોરોના વાઈરસને લગતા વિવિધ ઈલાજ સાથે નવી ટેકનોલોજી અપનાવી રહ્યું છે અહીંની હોસ્પિટલમાં ઈલાજ કરાવી રહેલા દર્દીઓને આહાર અને દવાઓ પૂરા પાડવા માટે રોબોટની મદદ લેવામાં આવી રહી છે, જેથી ડોક્ટરો અને સપોર્ટીંગ સ્ટાફને સંક્રમણથી દૂર રાખી શકાય આ ઉપરાંત ડ્રોનની મદદથી લોકોને માસ્ક લગાવવા અને અન્ય આવશ્યક જાહેરાત પણ કરવામાં આવી રહી છે ચીનમાં કોરોના વાઈરસના પ્રકોપ અંગે સૌથી પહેલા વાકેફ કરનાર ડોક્ટર લી વેનલિયાંગનું 7 ફેબ્રુઆરીના રોજ સંક્રમણ બાદ મોત થયું હતું તે પીડિતોનો ઈલાજ કરી રહ્યા હતા
દર્દી હોસ્પિટલમાં મળી રહેલી સુવિધાઓની જાણકારી ટ્વિટર પર આપ-લે કરી રહ્યા છે એક યુઝરે વિડિયો પોસ્ટ કર્યો, જેમાં દર્દીને રોબોટ આહાર આપે છે અને દવાઓ વહેચતો નજરે પડે છે અન્ય દર્દીએ ટ્વિટ કર્યું હું આ તમામ સુવિધા મેળવી સારો અહેસાસ કરું છું રોબોટને સ્ટાફની માફક તાલીમ આપે છે આ એક સારું કામ છે રોબોટ વાઈરસના ફેલાવાને અટકાવવામાં મદદ કરી શકે છે આ આઈસોલેશન વોર્ડમાં દર્દીને આહાર આપે છે અને ભોજનની થાળી હટાવે છે