જામનગર: જામનગર નજીક મોટી ખાવડી ગામમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાન દિનેશભાઇ વાઘેલાને બે દિવસ પહેલા રોડ ક્રોસ કરતી વેળાએ અજાણ્યા વાહને ઠોકર મારતા તેને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરાતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી પરંતુ ગરીબ પરિવારે હિંમત દાખવી યુવાનના અંગોનું દાન કરવાનો નિર્ણય કરતા તેની ચોતરફે સરાહના થઇ રહી છે તો બીજી બાજું તંત્ર દ્વારા યુવાનના અંગદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી અને અમદાવાદથી ડોક્ટરોની ટીમ આવી હતી લીવર અને કિડનીના દાનથી લોકોને પ્રેરણા પૂરી પાડી છે દિનેશભાઇને સંતાનમાં બે પુત્રો અને એક પુત્રી છે