ઉત્તર પ્રદેશના વારાણસી શહેરના રામનગર વિસ્તારમાં ગંગા કિનારે આવેલ વાજિદપુર ગામમાં એક વિદેશી પર્યટકના અખતરાને લીધે સ્થાનિક લોકોનો જીવ અધ્ધર થઈ ગયો હતો આ અજાણ્યો વિદેશી પર્યટક હાઈટેંશન વીજળીના 200 ફુટ ઊંચા ટાવર પર ચડી ગયો હતો આ ટાવર 33 હજાર KVનું હતું આ વ્યક્તિ આશરે 30 સેકન્ડ સુધી ટાવર પર ઊભો રહીને સેલ્ફી લેતો રહ્યો ત્યારબાદ તેણે પેરાશૂટની મદદથી કૂદકો માર્યો તેનું આ પરાક્રમ નીચે ઉભેલી મહિલા તેના ફોનમાં રેકોર્ડ કરી રહી હતી, આ મહિલા તેની પત્ની હતી તેવું લોકોનું કહેવું હતું