કેવડિયા: નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિવારની રજામાં 9268 જેટલા પ્રવાસીઓ નોંધાયા જેમાં વ્યૂહ ગેલેરીમાં જવા લાંબી કતારો હતી, અને પ્રવાસીઓ અકળાયા હતા જેમાં છેલ્લા સેશનમાં 4 વાગ્યે લિફ્ટ બંધ થઇ ગઈ અને એક લિફટમાં પ્રવાસીઓને વ્યૂઇંગ ગેલેરીમાં ધીરે ધીરે લઇ જવાતા હતા બીજી તરફ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો હતો જે પ્રવાસીઓ 3 કલાકથી રાહ જોતા હતા તેઓ અકળાયા અને હોબાળો મચાવ્યો હતો હોબાળો એવો મચ્યો કે જેમાં UDS નામની ખાનગી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ પ્રવાસીઓને અટકાવવા જતા બે કર્મચારીઓને છુટ્ટા હાથે અને લાતે માર મારતા કર્મચારી ને ગંભીર ઈજાઓ પહોંચી હતી